માનવ કલ્યાણ ટ્રસ્ટ બુહારી સંચાલિત શ્રી મોરરજી દેસાઇ આટૅસ એન્ડ કોમસૅ કોલેજ વીરપોર (બુહારી) ની વેબસાઇટ દ્રારા સવૉગણીય ગતિવિધિઓનો આલેખ આપ સવૅની સમક્ષ રજુ કરતાં અત્યંત પ્રસનનતાની લાગણી અનુભવાય એ સહજ અને સ્વાભાવિક છે. માનવ કલ્યાણ ટ્રસ્ટે બુહારી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોને શિક્ષણનો લાભ પ્રાપ્ત થાય એવા શુભ આશયથી પ્રારંભે આથિક વિટંબણાઓ સાથે ટાંચા સાધનોથી કોલેજનો પ્રારંભ કયો આજે ‘બલ્લુકાકા સંકુલ’ સ્થિત આ ‘શાંતિનિકેતન’ સમું વિધાસંકુલ અને વિવિધ અભ્યાસલક્ષી, સામાજિક અને સાંસ્કૃતિક તથા રચનાત્મક પ્રવૃત્તિઓથી ‘સંકુલ’ ધબકતું રહ્યું છે.
આ સંસ્થાએ આથિક વિટંબણાઓ અને સંધષોમાંથી પસાર થતાં અનેકવિધ પાસાઓને નજીકથી નિહાળ્યા છે.સાથે સાથે મારી સ્વતંત્ર બુદ્રિશકિતથી તમામે મને મારું કાયૅ કરવાની મોકળાશ આપી છે.જેનો વિનમ્રભાવે સ્વીકાર કરું છું. અમારા પક્ષે આ વિસ્તારમાં શિક્ષણ આપવાનું ભગીરથ કાયૅ રણમાં પુષ્પખીલવવા બરાબર હતું. મારા મત મુજબ શિક્ષણનો હકકદાર દરેક વિધાથી છે ભલે ને પછી તેની પાસે ધો.૧૨ ની ત્રણ માકૅશીટ કેમ ન હોય! એવા અંતરીયાળ વિસ્તારનાં આદિવાસી વિધાથી ભાઇ-બહેનોને જીવનમાં આગળ લાવવાનો પુરપાથૅ અમારો ધ્યેયમંત્ર છે અને મારા શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક પરિવારે તે માટે લગનથી પ્રવૃત્તિ કરી છે.
કોલેજમાં અભ્યાસની સાથે સાથે એન.એસ.એસ. ની પ્રવૃત્તિ, રમતગમતની પ્રવૃત્તિ, સાહિત્યિક વાદસંવાદની પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિધાથીસંધ તથા હિન્દી અનુવાદની બાહય પરીક્ષાઓમાં રાજયકક્ષાએ નમૂનેદાર પ્રતિષ્ઠા મેળનવી શકયા છીએ. યુનિવસિટી કક્ષાએથી વિવિધ વિષયોના તજજ્ઞો વિદ્રાનોના વકતવ્યો પણ ગોઠવી શક્યા છીએ.પુસ્તકાલયને પણ સપ્રમાણ સમૃધ્ધ કરવામાં અમે પ્રયત્નશીલ છીએ.સમગ્ર વાષિક પરીક્ષાઓના પરિણામોથી પણ મને સંતોષ જરર છે.હજુ એ દિશાએ ઉનનત શિખરો સર કરવાના હજી બાકી છે.સાથે સાથે વીર નમૅદ દક્ષિણ ગુજરાત યુનિવસિટીના પદાધિકારીઓનો પ્રસંશનીય સહયોગ તથા યુનિવસિટી સંલગ્ન વિવિધ કોલેજોના આચાયૅ મિત્રોની પ્રેરણા પણ પ્રાપ્ત થતી રહી છે.
માનવ કલ્યાણ ટ્રસ્ટ પરિવારે વીરપોર (બુહારી) કોલેજના આચાયૅ તરીકેની મારી કામગીરીમાં મુકેલ વિશ્ર્વાસ મારે મન મોટી મૂડી છે.આ સંસ્થાની પ્રગતિ અને પ્રતિષ્ઠા એ જ મારો મહામંત્ર છે. કોલેજની વિવિધ સમિતિઓ સાથે કાયૅરત તમામ અધ્યાપક મિત્રો, સ્ડુન્ટ કાઉન્સિલના તમામ વિધાથી ભાઇ-બહેનો અને સામાન્યમંત્રી શ્રી ઓ એ તથા રચનાત્મક પ્રવૃત્તિઓએ મને પરિપૂણૅ બનાવી સંસ્થાને વેગ પૂરો પાડયો છે.
કોલેજમાં સૌ અધ્યાપકો એક સંયુકત પરિવારની ભાવનાથી પોતાનું ઉત્તરદાયિત્ય, કતૅવ્યનિષ્ડતાથી બજાવે છે. કોઇપણ સંસ્થાનું કાયૉલય એ તેનું મગજ છે ધડિયાળની કમાન છે.કાયૉલયના સાથ સહકાર વિના પ્રવૃત્તિ શક્ય બનતી નથી કોલેજના કાયૅક્ષમ સંચાલનમાં વહીવટીવડાશ્રી જી.ડી.મિસ્ત્રી અને એમના સહયોહગી તમામ તથા સેવકગણે સુંદર સહયોગ સતકૅતા રાખી આપેલ છે.
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવસિટીનું અભ્યાસ કેંન્દ્ર પણ નીતનવા આયામો સર કરવામાં ઉપકારક થયું છે. નવા સત્ર (૨૦૦૮-૦૯)થી ગુજરાતી તથા હિન્દી વિષયનું અનુસ્નાતક કેંન્દ્ર યુનિવસિટી તરફ્થી પ્રાપ્ત થયું છે.યુનિવસિટી ગ્રાંન્ટ કમિશન તરફ્થી આવનારા ભાવિમાં ‘વીમેંસન્સ હોસ્ટેલ’ તથા અન્ય આથિક અને શૈક્ષણિક જરરિયાતોને પહોચી વળવા માટે અમે લાયક ઠયૉ છીએ એ અમારી સૌના સહિયારા પુરુષાથૅની ઝાંખી છે.
આમ સમગ્ર તથા મારી કોલેજની પ્રગતિનો યશ ‘માનવ કલ્યાણ ટ્રસ્ટ પરિવારનો અને શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટફનો છે એમ કહું તો એમાં અતિશયોકત ન લેખાય. સંસ્થાના વિશાળ હિતમાં ઝીણવટભરી રીતે આથિકપાસુ અને આયોજનમાં હાથ ધરેલ બાબતો સાકર બને વિધાથીઓની પાયાની સગવડો ઉપલબ્ધ થાય સાથે સાથે શિક્ષણનું કાયૅ તેજસ્વી બને અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા પ્રયત્નોમાં પ્રમુખશ્રી સત્યજીત્ભાઇ દેસાઇ, મહામંત્રીશ્રી રાજુભાઇ શાહ, ટ્રસ્ટીશ્રી છોટુભાઇ પટેલ, શ્રી ઉદયભાઇ દેસાઇનું માગૅદશૅન સતત પ્રાપ્ત થયું છે.જેની સહષૅ નોંધ લઉં છું.
આવનાર સમયના વ્હેંણમાં અમારે નવું ધણું કરવાનું છે. આ અંતરિયાળ આદિવાસી સમાજની ઓલખ આગવી બની રહે એ દિશામાં શિક્ષણની જયોતને પ્રજવલિત કયૉનો આત્મસંતોષ, લગન, ધૈયૅતા અને મક્ક્મતાને પરિબળે અમે નિશ્ચિત મુકામ સુધી પહોંચી શકીશું એવી શુભભાવના સાથે વિરમું.
ડો.જયંતિભાઇ ચૌધરી
આચાયૅશ્રી